ખેલ-જગત
News of Thursday, 19th January 2023

હાર્દિકને ખોટી રીતે આઉટ અપાયા બાદ કિશાને પણ ટ્રીક અજમાવી, પણ દિગ્‍ગજોને ન ગમ્‍યું

ઇશાને બેલ્‍સ પાડી દીધી, બાદમાં અમ્‍પાયરે લાથમને નોટઆઉટ જાહેર કર્યો

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમની પ્રથમ ઇનીંગ દરમિયાન હાર્દિક પંડયાને આઉટ આપવાને લઇ વિવાદ સજાર્યો હતો. ત્‍યારબાદ બીજી ઇનીંગમાં ઇશાન કિશનની હરકતને લઇ આ વિવાદ વધારે આગ પકડવા લાગી છે. હાર્દિક પંડયા એક કટ શોટ લગાવવાનો પ્રયાસ ચૂકયો હતો અને બોલ સીધો જ વિકેટકીપર તરફ પહોંચ્‍યો હતો. જયાં વિકેટકીપરના ગ્‍લોવ્‍ઝને અડકયા હતા અને બતીઓ ઝબકી ગઇ હતી. મામલો થર્ડ અંપાયર પાસે પહોચ્‍યો હતો અને હાર્દિકને આઉટ હોવાનો નિર્ણય જાહેર કરાયો હતો. ફોગટમાં વિકેટ ગુમાવી હોવાનો રોષ સોશિયલ મીડીયા પર ભડકવા લાગ્‍યો હતો.

ન્‍યુઝીલેન્‍ડની બેટિંગ દરમિયાન કંઇક આવે જ વળતો જવાબ લાથમને મળ્‍યો હતો. ભારતીય વિકેટકીપર ઇશાનકિશને લાથમને બેટિંગ કરતી વેળા હાર્દિકને પંડયાને થયેલા અન્‍યાયનો જાણે બદલો લીધો હોય એવુ જ કંઇક રીએકશન જોવા મળ્‍યુ હતું. કુલદીપ યાદવના એક બોલ પર લાથમે બેકફૂટ પર જઇને બચાવ કર્યો અને પરત જ તેની બેલ્‍સ પડી ગઇ. ભારતીય ટીમે અપીલ કરવાનું શરૂ કર્યુ અને અમ્‍પાયરે થર્ડ અમ્‍પાયરનો આશરો લેવો પડયો. રિપ્‍લે દર્શાવે છે કે લાથમને વિકેટ પડી ન હતી, પરંતુ ઇશાને બેલ્‍સ પાડી દીધી હતી. રિપ્‍લે બહાર આવ્‍યા પછી, લાથમ નારાજગીમાં માથુ હલાવતો જોવા મળ્‍યો હતો, પરંતુ ઇશાનને વાંધો નહતો અને લાથમને જોઇએ હસવા લાગ્‍યો હતો. દેખીતી રીતે ઇશાને આ બધુ માત્ર લાથમને ટોણો મારવા માટે કર્યુ હતું. જેમાં તે સફળ થયો હતો

પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવાસ્‍કર અને મુરલી કાર્તિકને ઇશાનની આ હરકત પસંદ નહોતી. ગાવાસ્‍કરે કોમેન્‍ટ્રી દરમિયાન કહયુ હતુ કે, ઇશાને જે કર્યુ હતુ એ ક્રિકેટ નથી. જયારે મુરલી કાર્તિકે કહયુ કે, ઇશાને એન્‍ટરટેનમેન્‍ટ માટે આવી અપિલ નહોતી કરવી જોઇતી. જોકે સોશિયલ મીડીયા પર ફેન્‍સે ખૂબ જ મજા લીધી હતી અને મામલાને હાર્દિક પંડયાને અન્‍યાય થયો હોવાનું ગણાવી તેની સાથે ઇશાનની હરકતને જોડી દીધી હતી.

 

(4:12 pm IST)