ખેલ-જગત
News of Tuesday, 20th April 2021

સમુદ્ર સાથે મને છે અનહદ પ્રેમઃ રોહિત

IPL ના દરેક મેચમાં રોહિત શર્મા જુદા-જુદા બુટ પહેરીને રમતો જોવા મળે છે

આ વર્ષે આઇપીએલમાં રોહિત શર્મા અલગ-અલગ પ્રકારના સામાજિક સંદેશવાળાં શૂઝ પહેરીને મેચ રમતો જોવા મળી રહ્યો છે. પહેલી બેન્ગલોર સામેની મેચમાં તેણે રાયનો (ગેંડા) ને બચાવવાના સંદેશવાળાં શૂઝ પહેર્યા હતાં. જયારે કલકત્તા સામેની બીજી મેચમાં તે દરિયાને પ્લાસ્ટિક-ફ્રી કરવાનો અને હૈદરાબાદ સામેની મેચમાં દરિયાઇ જીવને બચાવવાના સંદેશ આપતાં શુઝ પહેરીને રમ્યો હતો.

આ શુઝનો ફોટો રોહિતે તેના ઇન્સ્ટાગ્રામ-એકાઉન્ટ પર પણ પોસ્ટ કર્યો હતો. જોકે તેણે સાથે-સાથે જણાવ્યું હતું કે સમુદ્ર સાથે મને અનહદ પ્રેમ છે જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.

(3:07 pm IST)