ખેલ-જગત
News of Sunday, 20th June 2021

ઓછા પ્રકાશને કારણે રમત વહેલી બંધ : ત્રીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડના બે વિકેટે 101 રન

ભારત અને ન્યુઝીલેન્ડ  વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચના મહાસંગ્રામના બીજા દિવસે, ઓછા પ્રકાશને કારણે, રમત વહેલી બંધ કરી દેવાઈ હતી. મેચ બંધ રહી ત્યારે ભારતના 3 વિકેટના ભોગે, 146 રન કર્યા હતા. સાઉથમ્પ્ટનમાં રમાઈ રહેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ  મેચને લઇને લાંબા સમયથી ક્રિકેટ પ્રેમીઓમાં રાહ જોવાઈ રહી હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ) વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચના પ્રથમ દિવસની રમત વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. સાઉથમ્પ્ટનમાં પાંચ દિવસ દરમિયાન વરસાદનુ વિધ્ન નડતુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન મેચના આજે ત્રીજા દિવસે, ભારત વધુ કેટલા રન કરી શકે છે તેના ઉપર રમતનો ઘણોબધો મદાર રહેલો છે. વિરાટ હોકલી અને અંજીક્ય રહાણેની જોડી આજે કેટલા રન ઉમેરી શકે છે તે જોવુ રહ્યું.

ખરાબ પ્રકાશને કારણે ત્રીજા દિવસની રમતનો અંત આવ્યો હતો. તેમ છતાં નિર્ધારિત સમય મુજબ, ત્રીજા દિવસે સમાપ્ત થવામાં ફક્ત 2-3-. મિનિટનો સમય હતો, પરંતુ સારી લાઇટિંગ થાય તો તેમાં અડધો કલાકનો વધારો થઈ શક્યો હોત. દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ મેળવીને ભારતે તેમનો દિવસ કંઈક વધુ સારી રીતે  સમાપ્ત કર્યો હતો.

(11:51 pm IST)