ખેલ-જગત
News of Saturday, 21st November 2020

ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજના પિતાનું હૈદરાબાદમાં અવસાનઃ ઓસ્ટ્રેલીયામાં કવોરન્ટાઈન હોવાથી પિતાની અંતિમવિધિમાં પુત્ર નહીં જોડાઈ શકે

નવી દિલ્હીઃ ચાર ટેસ્ટ મેચોની આગામી સિરીઝ માટે ઓસ્ટ્રેલિયામાં રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પિતા મોહમ્મદ ગૌસનું નિધન થયુ છે. ગૌસ 53 વર્ષના હતા અને ફેફસાની બીમારીનો સામનો કરી રહ્યા હતા. એક ક્રિકેટરના રૂપમાં સિરાજની સફળતામાં તેમના પિતાની મહત્વની ભૂમિકા રહી અને સીમિત સંસાધનો છતાં તેમણે પોતાના પુત્રની મહત્વકાંક્ષાઓનું સમર્થન કર્યુ હતુ. 

સિરાજની ઈન્ડિયન પ્રીમિયર લીગ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટ્વીટ કર્યુ, 'મોહમ્મદ સિરાજ અને તેમના પરિવાર માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને શોક વ્યક્ત કરીએ જેણે પોતાના પિતાને ગુમાવ્યા છે. આરસીબી પરિવાર આ મુશ્કેલ સમયમાં તમારી સાથે છે. મિયાં, મજબૂત રહો.'

જાણવા મળ્યું છે કે ક્વોરેન્ટીન સાથે જોડાયેલા નિયમોને કારણે સિરાજ અંતિમ સંસ્કાર માટે હૈદરાબાદ પરત ફરશે નહીં. ભારતીય ટીમ 13 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ 14 દિવસના એકાંતવાસમાં છે. 

(5:26 pm IST)