ખેલ-જગત
News of Thursday, 10th June 2021

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસુર્યાએ પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેનાની સેક્સ ટેપ લીક કરીને બદલો લીધો હતો

નવી દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટ ઓપનિંગ બેટ્સમેન તરીકે રહેલા સનથ જયસૂર્યાનું ક્રિકેટ કરિયર જેટલું જોરદાર રહ્યું તેની પર્સનલ લાઈફ એટલી જ વિવાદમાં રહી.

જયસૂર્યાએ લીક કરાવી પોતાની પત્નીની સેક્સ ટેપ.

વર્ષ 2017માં ખબર આવી હતી કે સનથ જયસૂર્યાએ પોતાની ત્રીજી પત્ની મલિકા સિરિસેનાની બિભત્સ ટેપ લીક કરાવી હતી. આવું તેમને બદલો લેવા માટે કર્યું હતું.

એક વર્ષની અંદર જ તૂટી ગયા હતા પ્રથમ લગ્ન

જયસૂર્યાએ 3 લગ્ન કર્યા અને ત્રણેય નિષ્ફળ રહ્યા. તેમના પ્રથમ લગ્ન 1998માં શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદુ કરૂણા નાયક સાથે થયા. આ લગ્ન એક વર્ષની અંદર તૂટી ગયા.

જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું

સનથ જયસૂર્યાએ વર્ષ 2000માં એર હોસ્ટેસ સંદ્રા ડિસિલ્વા સાથે  બીજા લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમના બે બાળકો છે. આ પછી વર્ષ 2012માં સનથ જયસૂર્યાનું મલિકા સિરિસેના સાથે અફેર શરૂ થયું. મલિકા સિરિસેના માટે સનથ જયસૂર્યાએ પોતાના બીજી પત્ની સંદ્રા જિસિલ્વાને તલાક આપી દીધા.

જયસૂર્યાની ત્રીજી પત્ની હતી એક્ટ્રેસ

સનથ જયસૂર્યા અને મલિકા સિરિસેનાએ એક મંદિરમાં સિક્રેટ લગ્ન કરી લીધા હતા. સનથ જયસૂર્યાની ત્રીજી પત્ની મલિકા સિરિસેના એક્ટ્રેસ હતી.

સિરિસેનાએ જયસૂર્યાને છોડીને બિઝનેસમેન સાથે લગ્ન કર્યા

બન્નેએ ફેબ્રુઆરી 2012માં લગ્ન કર્યા હતા. જોકો થોડાક જ સમય પછી મલિકા સિરિસેના સનથ જયસૂર્યાને  છોડીને જતી રહી હતી અને બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા.

જયસૂર્યાએ ત્રીજી પત્નીની સેક્સ ટેપ લીક કરાવી

મલિકા સિરિસેન જયસૂર્યાને છોડીને બિઝનેસમેન સાથે લગ્ન કરતા. જયસૂર્યાને આવ્યો ગુસ્સો. બદલો લેવા જયસૂર્યાએ મલિકા સિરિસેનનો બિભત્સ વીડિયો લીક કરી દીધો.

સનથ જયસૂર્યાનું ક્રિકેટ કરિયર

સનથ જયસૂર્યાએ 110 ટેસ્ટ મેચમાં 6, 973 રન બનાવ્યા જેમાંથી 14 વખત સદી ફટકારી છે. 445  વનડે મેચમાં જયસૂર્યાએ 13,430 રન માર્યા જેમાં 28 સદી ફટકારી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જયસૂર્યાએ 440 વિકેટ લીધેલી છે. જયસૂર્યાએ 2011માં સન્યાસ લીધો હતો.

(4:45 pm IST)