ખેલ-જગત
News of Tuesday, 21st March 2023

WPL 2023: UP વોરિયર્સે ગુજરાત જોઈન્ટ્સને ત્રણ વિકેટથી હરાવ્યું

નવી દિલ્હી:  વુમન્સ પ્રીમિયર લીગ (WPL) મેચમાં યુપી વોરિયર્સે ગુજરાત જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું હતું. તેમજ યુપી વોરિયર્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જ્યારે, ગુજરાત જાયન્ટ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. 179 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુપી વોરિયર્સની શરૂઆત પણ ખાસ રહી ન હતી કારણ કે બીજી ઓવરના પાંચમા બોલ પર યુપીને એલિસા હીલીના રૂપમાં મોટો ફટકો પડ્યો હતો. મોનિકા પટેલે તેને પોતાના બોલનો શિકાર બનાવ્યો હતો. હીલીએ 8 બોલમાં 3 ફોરની મદદથી 12 રન બનાવ્યા હતા. તે પછી કિરણ ક્રિઝ પર આવ્યો અને દેવિકા સાથે ઈનિંગની આગેવાની કરી. પરંતુ, બોલર કિમ ગાર્થે કિરણ નવગીરેને પેવેલિયન પરત મોકલી દીધા હતા. કિરણે 4 બોલમાં 4 રન બનાવ્યા હતા. યુપીને દેવિકાના રૂપમાં ત્રીજો ફટકો લાગ્યો છે. તેણે 8 બોલમાં 7 રન બનાવ્યા હતા. આ પછી મિડલ ઓર્ડર બેટ્સમેન તાહલિયા મેકગ્રા અને ગ્રેસ હેરિસે શાનદાર રીતે ઇનિંગ્સને સંભાળી હતી. બંને બેટ્સમેનોએ ઝડપી અડધી સદી ફટકારી અને યુપીની ટીમને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી.

 

(7:28 pm IST)