News of Saturday, 21st May 2022
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ અગાઉ ન્યુઝીલેન્ડના ત્રણ ખેલાડીઓને કોરોના
ત્રણેય આઇસોલેશનમાં: અન્યના રિપોર્ટ નેગેટીવ
નવી દિલ્હીઃ ન્યુ ઝીલેન્ડની ટીમ આવતા મહિનાથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમવા જઇ રહી છે, પરંતુ એ પહેલા બ્રાઇટનમાં યોજાયેલી ટીમના કેમ્પમાં કોરોનાના ત્રણ કેસ જોવા મળ્યા છે.
ન્યુઝીલેન્ડના ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે બેટર હેન્ની નિકોલસ, ફાસ્ટ બોલર બ્લેર ટિકનર અને બોલિંગ-કોચ શેન જર્ગેનસન રેપિડ એન્ટિજન ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. આ ત્રણેયને પાંચ દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બાકી તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
(3:57 pm IST)