ખેલ-જગત
News of Wednesday, 21st July 2021

ભારત સામે પ્રથમ બે ટેસ્ટ માટે રૂટ-સ્ટોક્સની વાપસી

ચોથી ઓગસ્ટથી ભારત-ઈંગ્લેન્ડની પાંચ ટેસ્ટની શ્રેણી : કોલ ચરીકે સિલ્વરવૂડ ફરીવાર ટીમની સાથે જોડાશે

નવી દિલ્હી, તા.૨૧ : ભારત વિરુદ્ધ ૪ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડે ૧૭ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમ પ્રથમ બે ટેસ્ટ માટે જાહેર કરવામાં આવી છે. ઈંગ્લેન્ડની ટીમમાં દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઈ છે. ટીમના કેપ્ટન જો રૂટ અને બેન સ્ટોક્સ ભારત સામે ટેસ્ટ સિરીઝમાં વાપસી કરશે. તો કોચ તરીકે સિલ્વરવુડ ફરી ટીમ સાથે જોડાશે.

જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, જેક ક્રાઉલે, સેમ કરન, હસીબ હમીદ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ડોમ સિબલી, બેન સ્ટોક્સ અને માર્ક વુડ.

ઉલ્લેખનીય છે કે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો ૪થી ૮ ઓગસ્ટ નોટિંઘમમાં રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ ૧૨થી ૧૬ ઓગસ્ટ સુધી લોર્ડ્સના મેદાન પર રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ ૨૫ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધી લીડ્સમાં અને ચોથી ટેસ્ટ ૨થી ૬ સપ્ટેમ્બર સુધી લંડનના ધ ઓવલ મેદાન પર રમાશે. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ ૧૦ સપ્ટેમ્બરથી માન્ચેસ્ટરમાં રમાશે.

(9:01 pm IST)