ખેલ-જગત
News of Saturday, 21st November 2020

ટેસ્ટમાં કાંગારૂઓ નં. ૧, ભારત બીજા સ્થાને

આઇસીસીએ મહામારીના પગલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં નિયમો બદલ્યાઃ ઇંગ્લેન્ડ ત્રીજા અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને

દુબઇ,તા.૨૧:  ઈન્ટરનેશનલ  ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી)એ કોરોના મહાબીમારીને ધ્યાનમાં રાખતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિયમોમાં ફેરફાર જાહેર કર્યા હતા, આ નવા નિયમ લાગુ થતાં  અત્યાર મુધી પોઇન્ટ-ટેબલ પર ૩૬૦ પોઇન્ટ સાથે નંબર-વન ચાલી રહેલી ઇન્ડિયન ક્રિકેટ ટીમ લપસીને  બીજા કમાંકે પહોંચી ગઈ છે, જયારે ભારતથી ૬૪ અંક  પાછળ એટલે કે ૨૯૬ પોઇન્ટ સાથે બીજા ક્રમે રહેલી  ઓસ્ટ્રેલિયા ટીમ પહેલા કમાંકે પહોંચી ગઈ છે. અનિલ  કુંબલેના નેતૃત્વવાળી આઈસીસી ક્રિકેટ કમિટીએ આ  ફેરફારની ભલામણ કરી હતી.

વાસ્તવમાં આઇસીસીએ દરેક ટીમે મેળવેલા અંકનીં  ટકાવારી કાઢી હતાં. જે સૌરીઝ કોરોનાને કારણે રમાઈ નથી એને ડ્રો ગણવામાં આવી છે. ભારત અત્યાર સુધી ટેસ્ટ ચેમ્પિયશીપમાં કુલ ચાર ટેસ્ટ સિરીઝ રમી ચૂકયું છે જેમાં એની  જીતની ટકાવારી ૭૫ ટકા થાય છે,  જયારે ઓસ્ટ્રેલિયા ત્રણ ટેસ્ટ સિરીઝ   જીતીને ૮૨.૨૨ ટકા ધરાવે છે. નવા નિયમ લાગુ થવા છતાં અનક ટીમોના ટકાવારી પર કોઈ અસર જોવા નથી મળી, ૬૮.૮૦ ટકા સાથે ઇંગ્લેન્ડ ત્રીજા સ્થાને છે, જયારે ન્યુ ઝીલેન્ડ ને ૫૦ ટકા સાથે ચોથા નંબરે છે, પાંચમા કમે પાકિસ્તાન ૩૯.૫૨ ટકા ધરાવે છે. હવે સ્વાભાવિક છે કે ભાસ્ત  અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ દરમ્યાન ભારતે પહેલો ક્રમ પ્રાપ્ત કરવા માટે શાનદાર પ્રદર્શન કરવું પડશે, જયારે કાંગારૂ ટીમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે.

(3:23 pm IST)