ખેલ-જગત
News of Thursday, 22nd April 2021

હોકી પ્રો લીગ: ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચ થઇ રદ

નવી દિલ્હી: ભારત અને ગ્રેટ બ્રિટન વચ્ચે 8 અને 9 મેના રોજ લંડનમાં એફઆઇએચ હોકી પ્રો લીગની મેચ મુલતવી રાખવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (એફઆઈએચ) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે યુકે સરકારે ભારતને મુસાફરીને લગતી લાલ યાદીમાં મુક્યું છે તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એફઆઈએચએ કહ્યું કે, "એફઆઇએચ, હોકી ઈન્ડિયા અને ગ્રેટ બ્રિટન હોકીની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અપેક્ષા રાખે છે કે આ મેચો બીજી કોઈ તારીખે યોજાશે."

(5:45 pm IST)