ખેલ-જગત
News of Tuesday, 22nd June 2021

કુમાર સંગાકારાને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થવા બદલ બ્રાયન લારાએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ કુમાર સંગાકારાને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવા બદલ અભિનંદન પાઠવતા કહ્યું છે કે, તમામ પ્રકારના બોલિંગ હુમલા સામે તમામ પરિસ્થિતિમાં જીત મેળવવાની તેમની પાસે ક્ષમતા છે. સંગાકારાને આ મહિનાની શરૂઆતમાં આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેમની સાથે, ભારતના મહાન વિનુ માંકડને પણ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા. કુમાર સંગાકારાને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવા બદલ અભિનંદન પાઠવતા લારાએ કહ્યું કે, ઘણા બેટ્સમેનોથી વિપરીત કુમાર સંગાકારાએ વિશ્વના તમામ બોલિંગ હુમલા સામે તમામ પરિસ્થિતિઓમાં જીત મેળવી છે.

(5:22 pm IST)