ખેલ-જગત
News of Wednesday, 22nd September 2021

ઓરેન્જ કેપની રેસમાં ધવન અને રાહુલ બરાબરી પર

નવી દિલ્હીઃ આઇપીએલમાં ઓરેન્જ કંપની રેસમાં ધવન સાથે રાહુલે બરાબરી કરી લીધી છે. બંનેના ૩૮૦-૩૮૦ રન છે. ઓરેન્જ કેપ તે બેટ્સમેનને આપવામાં આવે છે, જે દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવે છે. દરેક મેચ બાદ આ કેપની સ્થિતિ બદલાતી રહે છે. દરેક મેચ બાદ જે ખેલાડી આ યાદીમાં પ્રથમ સ્થાને હોય છે, આ કેપ તેના માથા પર હોય છે. પોઇન્ટ ટેબલની રેસ ઓરેન્જ કેપની જેમ રોમાંચક અને ઉતાર -ચઢાવથી ભરેલી હોય છે. ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલ  પાસે હતી. આ સિઝનમાં પણ શરૂઆતથી આ કેપ માટે એક શાનદાર રેસ જોવા મળી હતી, જે હજુ પણ ચાલુ છે. જોકે, દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન આ રેસમાં કેટલીક મેચોથી આગળ છે.

(3:12 pm IST)