News of Wednesday, 23rd June 2021
શમી મેદાનમાં ટોવેલ (લુંગી) સાથે ચાહકોને જોવા મળતા કહ્યું રણબીર અને રણવીરસિંહ બાયોપીક કરવા આવી પહોંચ્યા
સાઉથમ્પ્ટનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ગઈકાલે પણ વરસાદના કારણે મેચ મોડો શરૂ થયો હતો. દરમિયાન ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહંમદ શમી ટોવેલ સાથે જોવા મળ્યો હતો. શમી લુંગી સાથે મેદાનમાં જોવા મળતાં સોશ્યલ મીડિયામાં ચાહકો કહી રહ્યા હતા કે રણબીર કપૂર અને રણવીરસિંહ મેદાનમાં બાયોપિક શૂટ કરવા આવી પહોંચ્યા છે.
ઉલ્લેખનિય છે કે શમીએ ૨૨ જુન ૨૦૧૯માં અફઘાનિસ્તાન સામેના મેચમાં હેટ્રીક સાથે ૪ વિકેટ લીધી હતી. તો ગઈકાલે પણ ન્યુઝીલેન્ડ સામે ૭૬ રન આપી ૪ વિકેટ લીધી હતી.
(4:23 pm IST)