ખેલ-જગત
News of Monday, 23rd November 2020

સ્પોટ ફિકસીંગમાં પકડાયેલા શ્રીસંત ક્રિકેટમાં કરશે વાપસી

મુંબઈ,તા. ૨૩: ભારતીય ટીમથી બહાર થઈ ચુકેલા ઝડપી બોલર શાંતાકુમારન શ્રીસંત ક્રિકેટના મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. તે પ્રેસિડેન્ટ ટી-૨૦ કપથી વાપસી કરશે, જેનું આયોજન કેરલ ક્રિકેટ એસોસીએશન કરવાનું છે. વર્ષ ૨૦૧૩માં સ્પોટર્સ ફીકિસંગના આરોપમાં પ્રતિબંધિત થવાને લઈને આ પ્રથમવાર તક હશે, જયારે શ્રીસંત પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસી કરશે. આઈપીએલમાં સ્પોટર્સ ફીકસીંગને લઈને શ્રીસંત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બરમાં સાત વર્ષનો પ્રતિબંધ પુર્ણ થઈ ચુકયો છે

આ ટી-૨૦ ટુર્નામેન્ટનું શિડ્યુલ હજુ નક્કી કરવામાં આવ્યુ નથી. કારણ કે કેરલ ક્રિકેટ એસોસિએશન હજુ સરકારી મંજૂરીની રાહ જોઈ રહ્યુ છે. એસોસિએશનના અધ્યક્ષે બતાવ્યુ છે કે ડ્રિમ ૧૧ જ આ લીગની સ્પોન્સર હશે. કેરલ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સજન કે વર્ગીસે સ્પોર્ટસ સ્ટારને બતાવ્યુ હતુ કે, હા, બિલકુલ શ્રીસંત આ લીગમાં એક આકર્ષણ હશે. દરેક ખેલાડી એક જ બાયોબબલમાં રહેશે. અમે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ લીગ યોજવા માટે વિચારી રહ્યા છીએ. કેરલ સરકારની મંજૂરી સૌથી મહત્વની બાબત છે.

(3:38 pm IST)