ખેલ-જગત
News of Monday, 23rd November 2020

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને યુએઇમાં આયોજીત આઇપીએલ ક્રિકેટ શ્રેણીના કારણે ૪ હજાર કરોડની કમાણી

નવી દિલ્હી: કોવિડ-19 મહામારીના ખતરા બાદ આઇપીએલ 2020 (IPL 2020)ને ભારતના બદલે યૂએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચ 19 સપ્ટેબરથી 10 નવેમ્બર વચ્ચે દુબઇ, અબુધાબી અને શારજહામાં રમાઇ. તાજા જાણકારી અનુસાર આ મેગા ટૂર્નાર્મેંટના આયોજનથી બીસીસીઆઇને જોરદાર ફાયદો થયો છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ યૂએઇમાં આયોજિત આ ટૂર્નામેંટથી લગભગ 4 હજાર કરોડ રૂપિયાની કમાણી થઇ છે. આ સાથે જ ટીવી દર્શકોની સંખ્યામાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ આઇપીએલમાં 1800 લોકોના લગભગ 20 હજાર આરટી-પીસીઆર કોવિડકરવામાં આવ્યા. જેથી તમામ 60 મેચ વિના કોઇ પરેશાની આયોજિત થઇ શકી. 

કોરોના વાયરસના લીધે દુબઇમાં સરકારે 7 દિવસના કોરોન્ટાઇન બાદ ટ્રેનિંગની પરવાનગી આપી હતી. પરંતુ અબુધાબીમાં 14 દિવસોના કોરોન્ટાઇન અનિવાર્ય હતું. આ વેન્યૂને મુંબઇ ઇન્ડીયન્સઅને કલકત્તા નાઇટરાઇડર્સના હોમ ગ્રાઉન્ડ બનાવ્યું હતું. બીસીસીઆઇએ અબુધાબી વહિવટીતંત્ર સાથે વાત કરી આ કોરોન્ટાઇન પીરિયડને ઓછો કર્યો હતો. 

(5:39 pm IST)