ખેલ-જગત
News of Tuesday, 23rd November 2021

ઇશાન કિશાનના માતા-પિતાએ કોલકતાનો મેચ નિહાળ્યોઃ મુંબઇ ઇન્ડિયન્સે વિડીયો ટવીટ કર્યો

નવી દિલ્હીઃ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં ઈશાન કિશનને ૨૧ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૨૯ બનાવ્યા હતા. આ મેચ જોવા ઈશાનના માતા-પિતા ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા. ઈશાન આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.  મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનના માતા-પિતાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે કેપ્શન સાથે લખ્યું, અમને ખાતરી છે કે ઈશાનના માતા-પિતાએ ઈડન ગાર્ડન્સમાં યાદગાર સમય પસાર કર્યો હતો. ટીમે ઈશાન સાથે તેના માતા-પિતાનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. (

(2:24 pm IST)