ખેલ-જગત
News of Thursday, 23rd June 2022

યુવા ખેલાડીઓએ પૂજારા પાસેથી શીખવું જોઇએ કેટીમમાં ફરી કેવી રીતે વાપસી કરવી

રણજી રમો, કાઉન્‍ટી રમો અને રન બનાવોઃમોહમ્‍મદ કૈફ

નવી દિલ્‍હી : પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્‍મદ કૈફ ચેતેશ્વર પૂજારાની પ્રશંસા કરી છે અને કહ્યુ છે કે યુવા ખેલાડીઓએ તેમની પાસેથી શીખવું જોઇએ. પુજારાને થોડા સમય પહેલા જ ભારતીય ટીમમાથી બહાર કરવામાં આવ્‍યો હતો અને હવે પુજારા ઇંગ્‍લેન્‍ડ  સામેની શ્રેણીમાંથી પરત ફરી રહ્યો છે. અર્જિકય રહાણે અને ઇશાંત શર્માને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્‍યા હતા. પૂજારાએ ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ  અને વાપસી કરી છે.

ટીમમાંથી બહાર થયા બાદ પૂજારાએ કેટલીક રણજી મેચ રમી હતી. આ પછી કાઉન્‍ટી ચેમ્‍પિયનશિપ માટે ઇંગ્‍લેન્‍ડ ગયો. પૂજારાએ કાઉન્‍ટીમાં સસેકસ માટે શાનદાર પ્રદર્શન કર્યુ. અહી તેણે ૨ બેવડી સદી સહિત સતત ૪ સદી ફટકારી હતી. સસેકસ માટે શાનદાર પ્રદર્શન બાદ પુજારાને રાષ્‍ટ્રીય ક્રિકેટ ટીમમાં પરત બોલાવવામાં આવ્‍યો હતો. ભારતીય ટીમ ૧ જુલાઇથી બર્મિગહામમાં ટેસ્‍ટ મેચ રમશે. કેફનું માનવુ છે કે ઇંગ્‍લેન્‍ડ સામેની ટેસ્‍ટમાં પૂજારાને નંબર ૩ પર બેટીંગ કરાવવામાં આવશે.

કેફે કહ્યુ, ‘તમે પૂજારા પાસેથી ઘણુ શીખી શકો છો. જો તમે ડ્રોપ થઇ જાઓ, તો તમારે બેટ્‍સમેન તરીકે શુ કરવુ જોઇએ? તમે કાઉન્‍ટી રમો રણજી રમો અને રન બનાવો. ઘણા બધા રન બનાવો. ડ્રોપ થયેલા યુવા ખેલાડીઓએ પુજારા પાસેથી શીખવુ જોઇએ કે કેવી રીતે વાપસી કરવી.

(3:04 pm IST)