ખેલ-જગત
News of Friday, 24th June 2022

અશ્વિન કોવિડ પછી પાછો ટીમ સાથે જોડાઇ ગયો

નવી દિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયા સાથે ઇંગ્‍લેન્‍ડનો પ્રવાસ પોતાના કોવિડ-પૉૅઝિટિવ રિપોર્ટનો કારણે શરૂ ન કરી શકનાર રવિચન્‍દ્રન અશ્વિન લેસ્‍ટરમાં ટીમ સાથે જોડાયો હતો. તે ટૂર મુલતવી રાખ્‍યા પછી કવૉરન્‍ટીનમાં હતો. ટીમ મૅનેજમેન્‍ટને ખાતરી છે કે અશ્વિન પહેલી જુલાઇએ શરૂ થનારી ટેસ્‍ટ પહેલા ફુલ્‍લી ફિટ થઇ જશે.

(3:03 pm IST)