ખેલ-જગત
News of Friday, 24th June 2022

રણજી અને કાઉન્‍ટી મેચ રમ્‍યો, જેનાથી મારી રીધમ અને ફોર્મ પાછુ મળ્‍યું: પૂજારા

નવી દિલ્‍હીઃ પહેલી જુલાઇએ બર્મિંગહામમાં ઇંગ્‍લેન્‍ડ સામે રમાનારી એક માત્ર ટેસ્‍ટ માટેની તૈયારી કરનાર ટેસ્‍ટ-સ્‍પેશ્‍યાલિસ્‍ટ બૅટર ચેતેશ્વર પુજારાએ લેસ્‍ટરમાં કહ્યું કે હું પાછો પહેલાં જેવા ફોર્મમાં આવી ગયો છું એનો મને બેહદ આનંદ છે. ટેસ્‍ટ શરૂ થાય એની રાહ જોઇ રહ્યો છું.

રણજીની આ સીઝન અને કાઉન્‍ટી ક્રિેકેટ મને કમબેક માટે ખૂબ કામ લાગી રહી છે. ફોર્મ, રિધમ અને એકાગ્રતા પાછાં મેળવવા લાંબી ઇનિંગ્‍સ રમવી ખૂબ જરૂરી છે અને એ માટે મને રણજીની લીગ મેચો તેમ જ સસેકસ વતી રમેલી કાઉન્‍ટી મેચો ઘણી ફાયદારૂપ બની.

(3:03 pm IST)