ખેલ-જગત
News of Friday, 24th June 2022

યુવા ખેલાડીઓની ટીમ આયર્લેન્ડ પહોંચીઃ રવિવારે પ્રથમ મુકાબલો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાર્દિક પંડયાની કેપ્ટન્સીમાં આયલેન્ડમાં બે મેચોની ટી-૨૦ સિરીઝ રમશે. પ્રથમ મેચ ૨૬ જૂને રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ આયલેન્ડ પહોંચી ગઈ છે. ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સોશિયલ મીડિયા પર ફોટો ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ચહલ ઉપરાંત ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

હાર્દિક પંડયાની કપ્તાનીમાં અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર વાઈસ કેપ્ટન હશે. દિનેશ કાર્તિકને ટીમનો મુખ્ય વિકેટકીપર બનાવવામાં આવ્યો છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસન પણ ટીમનો ભાગ છે. આ શ્રેણી માટે પૂર્વ બેટસમેન વીવીએસ લક્ષ્મણને કોચ બનાવવામાં આવ્યા છે.

ભારતીય ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, વેંકટેશ્વર ઐયર, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક (વિકેટ), અવેશ ખાન, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ યુઝવેન્દ્ર ચહલ અને રવિ બિશ્નોઈ

આયર્લેન્ડ ટીમઃ એન્ડ્રુ બાલ્બિર્ની (કેપ્ટન), માર્ક એડેર, કર્ટિસ કેમ્પર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, જોશ લિટલ, એન્ડ્રુ મેકબ્રાઈન, બેરી મેકકાર્થી, કોનોર ઓલ્ફર્ટ, પોલ ર્સ્ટલિંગ, હેરી ટેકટર, લોર્કન ટકર અને ક્રેગ યંગ.

(3:53 pm IST)