ખેલ-જગત
News of Thursday, 24th November 2022

લેવાન્ડોવ્સ્કીનો પ્રથમ ગોલ ન થતા મેચ ૦–૦થી ડ્રોઃ મેસીની ટીમને થયો ફાયદો

વર્તમાન પ્રોફેશનલ ફુટબોલ વિશ્વના સૌથી લોકપ્રિય ખેલાડીઅોમાં લિયોનેલ મેસી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર અને કીલિયાન ઍમ્બપ્પેની સાથે પોલેન્ડના રોબર્ટ લેવાન્ડોવ્સ્કીનો ઉલ્લેખ અચૂક થાય છે. અને મંગળવારે ગ્રુપ–સીના મુકાબલામાં તે કતારના ફિફા વર્લ્ડકપમાં પોતાનો પહેલો ગોલ કરવાની તૈયારીમાં જ હતો, પણ મેકિસકોના ગોલકીપર ગિલેર્મો અોકોઆઍ પોતાની ડાબી તરફ અફલાતુન ડાઇવ મારીને ગોલ થતો રોકીને તેને નિષ્ફળ બનાવ્યો હતો. લેવાન્ડોવ્સ્કીને ઍ ગોલ ન થતા છેવટે મેચ ૦–૦થી ડ્રોમાં ગઇ હતી.
૫૩મી મિનિટમાં મેકિસકોના ડિફેન્ડર હેકટર મોરેનોઍ લેવાન્ડોવ્સ્કીને પેનલ્ટી ઍરિયામાં નીચે પાડવાનો પ્રયત્ન કર્યો હતો રિવ્યુ બાદ રેફરીઍ મોરેનોના આ ફાઉલ બદલ પોલેન્ડને પેનલ્ટી કિક આપી હતી, પરંતુ લેવાન્ડોવ્સકી ટાર્ગેટ પર કિક મારવામાં નિષ્ફળ ગયો અને પોલેન્ડને ૧–૦થી આગળ લઇ જવાની સુવર્ણતક તેણે ગુમાવી હતી.
પોલેન્ડ–મેકિસકોની મેચ ડ્રો થતા આ ગ્રુપમાં મ÷ગળવારે સાઉદી અરેબિયા સામે ૧–૨થી પરાસ્ત થનાર આર્જેન્ટિનાને થોડી રાહત થઇ હતી. જા બેમાંથી કોઇ ઍક ટીમે પણ પૂરા ૩ પોઇન્ટ લીધા હોત તો નોકઆઉટમાં જવાની મેસીની ટીમની આશાને ધકકો મેકિસકોને ઍક–ઍક પોઇન્ટ મળ્્યોહતો
હવે પોલેન્ડની શનિવારે સાઉદી અરેબિયા સામે મેચ છે. સાઉદીઍ મંગળવારે વર્લ્ડ નંબર–થ્રી આર્જેન્ટિનાને ૨–૧થી આંચકો આપ્યો હતો. મેકિસકોનો હવે પછીનો મુકાબલો શનિવારે આર્જેન્ટિના સામે છે.

 

(2:37 pm IST)