ખેલ-જગત
News of Thursday, 24th November 2022

ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સનું જારદાર કમબેકઃ ઓસ્ટ્રેલિયાને ૪-૧થી હરાવ્ય

મંગળવારે ફ્રાન્સના ઓલિવિયર ગિરૂડે (ડાબે) પોતાનો બીજા અને ફ્રાન્સનો ચોથો ગોલ કર્યો ત્યારે સાથીઓ તેને ભેટી પડ્યા હતા

કતારમાં ચાલી રહેલા બાવીસમાં ફિફા વર્લ્ડ કપમાં મંગળવારે ગ્રુપ ‘ડી’માં ડિફેન્ડિંગ  ચેમ્પિયન ફ્રાન્સે જબરદસ્ત કમબેક કરીને ઓસ્ટ્રેલિયાને છેવટે ૪-૧થી હરાવીને પોતાની તાકાતનો પરચો કરાવી દીધો હતો. મંગળવારે સાઉદી અરેબિયા સામે આર્જેન્ટિના પરાજિત થતાં ટ્રોફી જીતવા માટેના હરીફો સામે ઓછી હરીફાઇ કરવી પડશે ઍવો થોડો હાશકારો ફ્રાન્સને જરૂર થયો હશે. ઇરાન સામે પહેલી મેચ ૬-૨થી જીતનાર ઇંગ્લેન્ડ પણ ટાઇટલ જીતવા માટેની ફેવરિટ ટીમોમાં છે.

ઓસ્ટ્રેલિયાને ક્રેગ ગુડવિને ૯મી મિનિટમાં જ મેચનો પહેલો ગોલ કરીને ૧-૦થી સરસાઇ અપાવી હતી. ત્યાર બાદ ૧૮ મિનિટ સુધી બન્ને ટીમ વચ્ચે જારદાર રસાકસી થઇ હતી અને ૨૭મી મિનિટમાં ફ્રાન્સે ખાતું ખોલ્યું હતું. ૧-૧ની બરાબરી કરી આપતા ઍડ્રિયન રેબિઓટના ઍ ગોલ બાદ ૩૨મી મિનિટમાં ઓલિવિયર ગિરૂડે ગોલ કરીને ફ્રાન્સને ૨-૧થી સરસાઇ અપાવી હતી અને પછી સેકન્ડ હાફમાં પહેલા ૬૮મી મિનિટમાં સુપરસ્ટાર ખેલાડી કીલિયાન ઍમ્બપ્પેઍ અને ત્રણ જ મિનિટ પછી (૭૧મી મિનિટમાં) ગિરુડે ફરી ગોલ  કરીને સરસાઇને ૪-૧ની બનાવીને ઓસ્ટ્રેલિયા માટે ડ્રો કે વિજયનું પરિણામ અસંભવ બનાવી દીધું હતું.

હવે ફ્રાન્સની શનિવારે ડેન્માર્ક સામે અને ઍ જ દિવસે ઓસ્ટ્રેલિયાની ટ્યુનિશિયા સામે મેચ છે.

(5:07 pm IST)