ખેલ-જગત
News of Tuesday, 24th May 2022

મહિલા ટી20 ચેલેન્જ 2022 :વેલોસિટીએ સુપરનોવાસને 7 વિકેટે હરાવ્યું:શેફાલી વર્મા અને લૌરાની શાનદાર ફિફટી

સુપરનોવા માટે સુકાની હરમનપ્રીત કૌરે તોફાની ઈનિંગ રમતા 51 બોલમાં 71 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યાસુપરનોવા માટે સુકાની હરમનપ્રીત કૌરે તોફાની ઈનિંગ રમતા 51 બોલમાં 71 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા

મહિલા ટી20 ચેલેન્જ 2022ની બીજી મેચમાં વેલોસિટીએ સુપરનોવાસને  7 વિકેટે હરાવ્યું. વેલોસિટી માટે શેફાલી વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી હતી. તેણે 33 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. જ્યારે લૌરા વોલ્વાર્ડે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં કેટ ક્રોસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. સુકાની દીપ્તિ શર્માને પણ સફળતા મળી હતી.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સુપરનોવાસ ટીમે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં વેલોસિટીએ 18.2 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ટીમ માટે શેફાલી વર્મા અને નટ્ટકન ચંથમ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ચેન્થમ માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શેફાલીએ શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 33 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. લૌરાએ 35 બોલનો સામનો કરતી વખતે 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા. દીપ્તિએ 24 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે ટીમે 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

આ પહેલા સુપરનોવાસ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. સુપરનોવા માટે સુકાની હરમનપ્રીત કૌરે તોફાની ઈનિંગ રમી હતી. તેણે 51 બોલમાં 71 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તાન્યા ભાટિયાએ 36 રનની ઈનિંગ રમી હતી. સુને લૂસે અંતમાં 20 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં 3 ચોગ્ગા સામેલ હતા.

(1:00 am IST)