News of Thursday, 25th November 2021
ભજજીએ આલીશાન એપાર્ટમેન્ટ વેંચી નાંખ્યો
નવી દિલ્હીઃ અનુભવી ઓફ-સ્પિનર હરભજને મુંબઈમાં પોતાનો એપાર્ટમેન્ટ ૧૭.૫૮ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ ડીલ ૧ પૂર્ણ થઈ ગઈ છે અને આ એપાર્ટમેન્ટ JBC ઈન્ટરનેશનલ LLP દ્વારા ખરીદવામાં આવ્યું છે. અંધેરી વેસ્ટમાં સ્થિત હરભજન સિંહનું આ એપાર્ટમેન્ટ ૨૮૩૦ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે.
મનીકંટ્રોલ દ્વારા ટાંકવામાં આવેલા સમાચાર મુજબ, હરભજન સિંહનું આ એપાર્ટમેન્ટ રૂસ્તમજી એલિમેન્ટ્સ પ્રોજેકટના ૯મા માળે છે. ખરીદનારએ આ એપાર્ટમેન્ટ માટે ૮૭.૯ લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. હરભજને ડિસેમ્બર ૨૦૧૭માં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું અને માર્ચ ૨૦૧૮માં તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
(3:51 pm IST)