ખેલ-જગત
News of Thursday, 24th November 2022

ક્રોઍશિયા–મોરકકોનો મુકાબલો તીવ્ર રસાકસી બાદ ૦–૦થી ડ્રો

૨૦૧૮ના ગયા ફિફા વર્લ્ડકપમાં ફ્રાન્સ સામે ફાઇનલ હારી જતા રનર–અપ રહેલા ક્રોઍશિયા અને મોરોકકો વચ્ચેની ગ્રુપ ઍફની મેચ ગઇ કાલે રસાકસી બાદ ૦–૦થી ડ્રોમાં પરિણમી હતી. બન્ને ટીમે ઍકમેકને ભારે લડત આપી હતી, પરંતુ કોઇ પણ ટીમ ગોલ કરવામાં સફળ ન હોતી થઇ
લુકા મોડ્રિચની ક્રોઍશિયાની ટીમના ખેલાડીઅોના કબજામાં બોલ વધુ સમય સુધી રહયો હતો ઍમ છતા મોરોકકોના ડિફેન્ડરોઍ તેમને ગોલ નહોતો કરવા દીધો. ઍ જ રીતે, ગોલ કરવાના મોરકકોના કેટલાક આક્રમક પ્રયાસોને ક્રોઍશિયાના મજબુત ડિફેન્સે નિષ્ફળ બનાવ્યા હતા. આ ગ્રુપમાં બેલ્જિયમ અને કેનેડાની ટીમનો પણ સમાવેશ છે.

 

(2:36 pm IST)