ખેલ-જગત
News of Thursday, 24th November 2022

કીર્તિ ભરાડિયા આજે મુંબઇમાં સ્વિમિંગના વિશ્વવિક્રમ માટે સજ્જ

સોલાપુરની ૧૬ વર્ષની કીર્તિ નંદકીશોર ભરાડિયા મુંબઇમાં અરબી સમુદ્રમાં અટક્યા વગર સતત ૩૬ કિલોમીટરનું અંતર પૂÊરું કરવા માટેનો પડકાર ઝીલવાની છે. તે આજે સવારે ૧૧.૦૦ વાગ્યે વરલી સી લિન્કથી ગેટવે ઓફ ઇન્ડિયા સુધીનું અંતર લગભગ આઠથી દસ કલાકમાં પૂંરું કરવાની છે. તે રાત્રે અંદાજે ૮.૦૦ વાગ્યે ગેટવે પહોîચશે. સોલાપુર  ડિસ્ટ્રક્ટ ઍમેટર ઍકવેટિક અસોસિયેશનના જણાવ્યા મુજબ કીર્તિઍ છેલ્લા આઠ મહિનામાં સોલાપુરમાં રોજના સાત કલાઁક સુધી તરીને આ નવા સાહસ માટેની ભરપૂર પ્રેકિટસ કરી છે.

(5:08 pm IST)