News of Monday, 26th July 2021
મણિપુર સરકારે ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને એડિશનલ એસપી તરીકે કરી નિમણૂક
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં રજત પદક જીતીને ઇતિહાસ રચનાર મીરાબાઈ ચાનુની મણિપુર સરકાર દ્વારા એડિશનલ એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસપી (સ્પોર્ટ્સ) તરીકે મૂકવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે મીરાબાઈને 1 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી દીધી છે. મીરાબાઈએ વેઇટલિફ્ટિંગમાં ભારતના 21 વર્ષના મેડલનો દુકાળ સમાપ્ત કર્યો અને તે સાથે રજત પદક જીતીને દેશનું ખાતું ખોલાવ્યું. તેને 49 કિગ્રા વર્ગમાં આ ચંદ્રક મળ્યો હતો. આ ઘટનામાં ચીનના હૌ ઝિહુઇએ ગોલ્ડ જીત્યો.
(6:24 pm IST)