ખેલ-જગત
News of Thursday, 25th November 2021

કિવી સામે પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારત ૪/૨૫૮

ન્યૂઝિલેન્ડના પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચ : શ્રેયસ ઐય્યર ૭૫ અને રવીન્દ્ર જાડેજા ૫૦ રને રમતમાં

કાનપુર, તા.૨૫ : કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐય્યર અને રવીન્દ્ર જાડેજાની શાનદાર અડધી સદીની મદદથી ભારતે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડ સામે મક્કમ શરૂઆત કરી છે. પ્રથમ દિવસના અંતે ભારતે ચાર વિકેટે ૨૫૮ રનનો સ્કોર નોંધાવ્યો છે. દિવસના અંતે શ્રેયસ ઐય્યર ૭૫ અને રવીન્દ્ર જાડેજા ૫૦ રને રમતમાં છે. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ ૧૧૩ રનની ભાગીદારી નોંધાવી છે.

કાનપુરમાં આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમમાં સુકાની વિરાટ કોહલી, રોહિત શર્મા, લોકેશ રાહુલ અને જસપ્રિત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી છે. કોહલીની ગેરહાજરીમાં કાર્યકારી સુકાની અજિંક્ય રહાણે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગની જવાબદારી મયંક અગ્રવાલ અને શુભમન ગિલ પર હતી. જોકે, કાયલે જેમિસને મયંકને સસ્તામાં આઉટ કરીને ભારતને પ્રથમ ફટકો આપ્યો હતો. મયંક ૧૩ રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શુભમન ગિલે શાનદાર રમત દાખવી હતી અને અડધી સદી ફટકારી હતી. ગિલે ૯૩ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૫૨ રન ફટકાર્યા હતા.

મયંક આઉટ થયા બાદ ચેતેશ્વર પૂજારા બેટિંગમાં આવ્યો હતો. તેણે પોતાના અંદાજમાં બેટિંગ કરી હતી અને ક્રિઝ પર સેટ થવા માટે સમય લીધો હતો. જોકે, સેટ થયા બાદ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો હતો. આવી રીતે સુકાની અજિંક્ય રહાણે પણ મોટી ઈનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી બંને બેટ્સમેનોના ફોર્મને લઈને ચર્ચા ચાલી રહી છે. પૂજારા ૮૮ બોલમાં બે ચોગ્ગા સાથે ૨૬ રન નોંધાવીને આઉટ થયો હતચો જ્યારે રહાણેએ ચોગ્ગા સાથે ૬૩ બોલમાં ૩૫ રન નોંધાવ્યા હતા. કાયલે જેમિસને ભારતીય ટોપ ઓર્ડરને વધારે સફળ થવા દીધો હતો. તેણે મયંક અગ્રવાલ, શુભમન ગિલ અને અજિંક્ય રહાણેની મહત્વની વિકેટો ઝડપી હતી. ભારતે ૧૪૫ રનમાં ટોચની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં પ્રથમ ટેસ્ટ રમી રહેલા શ્રેયસ ઐય્યર અને રવીન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી. જોડીએ અત્યંત ધીરજપૂર્વક બેટિંગ કરીને કિવિ બોલર્સને દિવસમાં વધુ સફળ થવા દીધા હતા.

લોકેશ રાહુલની ગેરહાજરીના કારણે શ્રેયસ ઐય્યરને ટેસ્ટ પદાર્પણની તક મળી અને તેણે તકનો ફાયદો ઉઠાવ્યો છે. તેણે કારકિર્દીની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં અડધી સદી ફટકારી છે. દિવસના અંતે ઐય્યર ૧૩૬ બોલમાં સાત ચોગ્ગા અને બે સિક્સર સાથે ૭૫ રન નોંધાવીને રમતમાં હતો. જ્યારે સામે છેડે અનુભવી જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરી હતી. રવીન્દ્ર જાડેજાએ ૧૦૦ બોલમાં ચોગ્ગા સાથે ૫૦ રન નોંધાવીને રમતમાં છે. ન્યૂઝીલેન્ડ માટે જેમિસને ત્રણ અને ટિમ સાઉધીએ એક વિકેટ ઝડપી હતી.

સ્કોરબોર્ડ

ભારત પ્રથમ દાવ :         ૨૫૮

મયંક અગ્રવાલ

કો. બ્લન્ડેલ બો.જેમિશન

૧૩

શુભમન ગિલ

બો.જેમિશન

૫૨

પૂજારા

કો.બ્લન્ડેલ બો.સાઉથી

૨૬

રહાણે

બો.જેમિશન

૩૫

શ્રેયસ ઐયર

નોટઆઉટ

૭૫

રવિન્દ્ર જાડેજા

નોટઆઉટ

૫૦

વધારાના

 

૧૩

કુલ

(૮૪ ઓવરમાં)

૨૫૮

પતન  : -૨૧, -૮૨, -૧૦૬, -૧૪૫

બોલિંગ : સાઉથી : ૧૬.--૪૩-, જેમિશન : ૧૫.-૪૭-, એઝાઝ પટેલ : ૨૧--૭૮-, વિલિયમ સમરવીલે : ૨૪--૬૦-રાચીન રવિન્દ્ર : --૨૮-.

(8:46 pm IST)