ખેલ-જગત
News of Thursday, 25th November 2021

અફઘાનીસ્તાનની યુવતીઓ પણ ક્રિકેટ રમશે

અફઘાનસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યકારી પ્રમુખ મીરવાઇઝ અશરફે કહ્યું

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ તેના કાર્યકારી પ્રમુખ તરીકે મીરવાઈઝ અશરફની નિમણૂક કરી છે.  અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડરે  બોર્ડમાં ગરબડ વચ્ચે ચાર્જ સંભાળ્યો હતો.

  અશરફે ચાર્જ સંભાળ્યા પછી તરત જ  બોર્ડની પ્રાથમિકતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને અન્ય રાષ્ટ્રીય બોર્ડ સાથે સારા સંબંધો સ્થાપિત કરવાની રહેશે.  અફઘાનિસ્તાનમાં મહિલાઓ સામાન્ય રીતે ક્રિકેટ રમી શકે.અશરફે બોર્ડના વિવિધ વિભાગોના સંચાલકો સાથે બેઠક યોજીને કહ્યું હતું કે અમારી છોકરીઓ સામાન્ય રીતે ક્રિકેટ રમશે અને અમે તેમને તમામ સુવિધાઓ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

(3:28 pm IST)