ખેલ-જગત
News of Thursday, 25th November 2021

ઈન્ડોનેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં સિંધુ, શ્રીકાંત અને પ્રણીત

 નવી દિલ્હી: ભારતના ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત અને બી સાઈ પ્રણીતે બુધવારે બાલીમાં ઈન્ડોનેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંધુએ જાપાનની આયા ઓહોરીને 17-21, 21-17, 21-17થી જ્યારે શ્રીકાંતે 56 મિનિટ સુધી ચાલેલી મેચમાં એચએસ પ્રણયને 21-15, 19-21, 21-12થી હરાવ્યો હતો. મેન્સ સિંગલ્સની અન્ય એક મેચમાં વિશ્વના 16 નંબરના બી સાઈ પ્રણીતે ફ્રાન્સના ટોમા જુનિયર પોપોવ સામે 21-19, 21-18થી જીત નોંધાવી હતી.

(6:02 pm IST)