ખેલ-જગત
News of Friday, 26th November 2021

શુટીંગમાં સૌરભ ચૌધરીનું ગોલ્ડ પર નિશાન

નવી દિલ્હીઃ ઓલિમ્પિયન સૌરભ ચૌધરીએ પ્રથમ વખત ૫૦ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લેતા ૬૪મી નેશનલ શૂટિંગમાં ૫૬૪નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ચૌધરીનો મેડલ ૬ ડિસેમ્બર સુધી ચાલનારી ચેમ્પિયનશિપમાં દિવસનો બીજો મેડલ હતો. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન શૂટરે ફ્રી-પિસ્તોલમાં ૨૮૭ સ્પર્ધકોનો સામનો કર્યો હતો.  આર્મીના રવિન્દર સિંહે સિલ્વર અને પ્રદીપ કુમારે બ્રોન્ઝ જીત્યો હતો.  ભારતીય રેકોર્ડ ધારક જીતુ રાય ૧૩મા સ્થાને છે.

(12:38 pm IST)