News of Tuesday, 27th July 2021
હરભજન અને ગીતા બસરાએ તેમના પુત્રનું નામ રાખ્યું જોવન વીર સિંહ પ્લાહા,
મુંબઈઃ ૧૦ જુલાઈએ ક્રિકેટર હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. ચાહકો બાળકની એક ઝલક માટે ઉત્સુક છે. દરમિયાન, ગીતા બસરાએ તાજેતરમાં જ આ નાના મહેમાનની તસવીર શેર કરી છે અને તેની સાથે તેનું નામ પણ જાહેર કર્યું છે. તેણે આ તસવીર સાથે એક સુંદર કેપ્શન લખ્યું હતું, 'હીર કા વીર જોવન વીર સિંહ પ્લાહા' એટલે કે ગીતા-હરભજને નાનકડા મહેમાનનું નામ જોવન વીર રાખ્યું છે.
(3:39 pm IST)