ખેલ-જગત
News of Tuesday, 27th July 2021

દેશવાસીઓ એથ્લેટોનો ઉત્સાહ વધારેઃ વિરાટ અને દ્રવિડની અપિલ કરતો વિડીયો

નવી દિલ્હીઃ ભારતીય એથલેટ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનો દમ દર્શાવી રહ્યા છે. મીરાબાઇ ચાનૂએ વેઇટલિફ્ટીંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. બાકીના ખેલાડીઓ પણ જીત મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આખો દેશ ટોક્યોમાં ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલા એથલેટોનો ઉત્સાહ વધારી રહ્યુ છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ખાસ અંદાજમાં દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ પણ એથલેટોનો ઉત્સાહ વધારે.  વિરાટ કોહલી આ દિવસોમાં ઇંગ્લેન્ડમાં છે, જ્યાં આગામી ટેસ્ટ સિરીઝ માટેની તૈયારીઓ કરી રહ્યો છે. આ ઉપરાંત શ્રીલંકા પ્રવાસ પર પહોંચેલી ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ   દ્વારા પણ ખાસ સંદેશ શેર કરવામાં આવ્યો છે.  પોતાના વિડીયો સંદેશમાં વિરાટ કોહલીએ કહ્યુ, આખાય દેશની આશાઓનો ભાર પોતાના ખભા પર ઉઠાવીને, તે આશાઓને જીતમાં બદલવાના હુન્નરની ખૂબ જાણકારી છે મીરાબાઇ ચાનૂને. જુઓ આપણાં ઇન્ડીયન એથલેટને ઓલિમ્પિકમાં.

(3:40 pm IST)