વિરાટ- અનુષ્કાના ઘરે આવશે નવો મહેમાનઃ વિરાટ ગૂડ ન્યુઝ શેર કર્યો
કોહલીએ કેપ્શનમાં લખ્યું અને પછી અમે ત્રણ થઈશું જાન્યુઆરી ૨૦૨૧માં આવી રહ્યા છે
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટર પર જણાવ્યુ કે જાન્યુઆરી ૨૦૨૧માં તેના ઘરે નાનો મહેમાન આવવાનો છે. વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ એકટ્રેસ અનુષ્કા શર્મા સાથે તસવીર શેર કરતા લખ્યુ, 'અને પછી, અમે ત્રણ થઈશું! જાન્યુઆરી ૨૦૨૧માં આવી રહ્યા છીએ.' વિરાટ કોહલી આ સમયે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લેવા માટે યુએઇમાં છે. જયારે અનુષ્કા શર્મા મુંબઇમાં જ છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો કેપ્ટન છે.
વિરાટ કોહલીએ આ ગુડ ન્યૂઝ શેર કરતા તસવીર શેર કરી છે જેમાં અનુષ્કા શર્માનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે. અનુષ્કા શર્માએ પણ વિરાટ કોહલીએ જેવુ જ ટ્વીટ કરી ફેન્સને ગુડ ન્યૂઝ શેર કર્યા છે. અનુષ્કા અને વિરાટ કોહલીએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત ૨૦૧૩માં એક શેમ્પૂ એડ દરમિયાન થઇ હતી.
એડ શૂટ બાદ બન્ને કેટલીક વખત સાથે જોવા મળ્યા હતા. બન્નેએ મુશ્કેલ સમયમાં એક બીજાનો સાથ આપ્યો હતો. વિરાટ કોહલી ખુદ કહી ચુકયો છે કે અનુષ્કાએ તેણે સારો વ્યકિત બનાવ્યો છે અને તે પોતાની સફળતાની ક્રેડિટ પણ અનુષ્કાને આપવાનું ચુકતો નથી.