ખેલ-જગત
News of Thursday, 27th August 2020

એન્ડરસનનો કૂદકો આઠમાં સ્થાનેઃ બુમરાહ નવમાં સ્થાને

નવીદિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ૬૦૦ વિકેટ લઈ અને ૨૯મી વખત પાંચ વિકેટ ઝડપનાર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં છલાંગ લગાવી ટોપટેનમાં પહોંચી ગયો છે અને હવે આઠમાં સ્થાને પહોંચી ગયો છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ નવમાં સ્થાને પહોંચી ગયો છે. જયારે ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર પેટ કમીન્સ ૯૦૪ પોઈન્ટ સાથે ટોચના સ્થાને સ્ટુઅર્ટબ્રોડ (૮૪૫ પોઈન્ટ), નિલ વેગનર (૮૪૩), ટીમ સાઉથી (૮૧૨), જેસન હોલ્ડર (૮૧૦) પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

(2:58 pm IST)