ખેલ-જગત
News of Thursday, 27th August 2020

કપિલ દેવ ભારતના સર્વકાલીન મહાન ક્રિકેટર છેઃ ગાવસ્‍કરે કહ્યું કપિલ બેટ અને બોલ બંનેથી મેચ જીતાડી શકતા હતા

નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરએ કપિલ દેવને ભારતના સર્વકાલિન સર્વશ્રેષ્ઠ ક્રિકેટર કહ્યાં છે. ગાવસ્કરે કહ્યું કે, તેમને તે વાત પર કોઈ શંકા નથી કે કપિલ દેવ ભારતના ઓલ ટાઇમ બેસ્ટ ક્રિકેટર છે. ગાવસ્કરે કપિલને 'કમ્પ્લીટ' ક્રિકેટર કહ્યાં છે. ગાવસ્કરે કહ્યું કે, 1983ના વિશ્વ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ હંમેશા ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર રહ્યાં છે.

ગાવસ્કરે કહ્યુ, સૌથી ઉપર કપિલ દેવ હશે, મારા માટે તે સર્વશ્રેષ્ઠ ઠે. સૌથી આગળ કપિલ હશે. ગાવસ્કરના શબ્દોમાં કપિલ રમતના દરેક પાસા પર પોતાની અસર રાખતા હતા.

ગાવસ્કરે એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યું, કપિલ દેવ દેશ માટે બેટ અને બોલ બંન્નેથી મેચ જીતાડી શકતા હતા.

તેમણે કહ્યું, 'તે બોલ અને બેટ બંન્નેથી મેચ જીતી શકતા હતા. તે વિકેટ ઝડપીને તમને જીત અપાવી શકે. તે ઝડપથી 80-90 રન બનાવીને મેચનું પરિણામ બદલી શકતા હતા. તેમણે બેટથી પણ પ્રભાવ છોડ્યો અને બોલથી પણ. આ સિવાય આપણે તેમના કેચને પણ ન ભૂલવા જોઈએ. તો કુલ મળીને તેઓ એક સંપૂર્ણ ક્રિકેટર હતા.'

(5:27 pm IST)