ખેલ-જગત
News of Saturday, 27th November 2021

હોકી ઈન્ડિયાએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની કરી જાહેરાત: મનપ્રીત બન્યો કેપ્ટન

નવી દિલ્હી: હોકી ઈન્ડિયાએ શુક્રવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 14 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે 20 સભ્યોની ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત કરી છે. મનપ્રીત સિંહ ટુર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ડ્રેગફ્લિકર હરમનપ્રીત સિંહ ઉપ-કેપ્ટન તરીકે તેની ભૂમિકા ચાલુ રાખશે. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ટુર્નામેન્ટના પહેલા દિવસે કોરિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

(6:14 pm IST)