ખેલ-જગત
News of Saturday, 28th May 2022

બેંગ્લોરે રાજસ્થાનને 158 રનનો લક્ષ્ય આપ્યો: રજત પાટીદારે 42 બોલમાં 58 રન ફટકાર્યા

બંને ટીમો બીજા ક્વોલિફાયરમાં કોઈ ફેરફાર કર્યા વિના રમી

રાજસ્થાન રોયલ્સે ક્વોલિફાયર 2 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી છે. બંને ટીમો બીજા ક્વોલિફાયરમાં કોઈ ફેરફાર કર્યા વિના રમી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 157 રન બનાવી શકી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 7 રન બનાવ્યા હતા. ફાફ 27 બોલમાં 25 રન બનાવી શક્યો હતો. મેક્સવેલે 13 બોલમાં 24 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 42 બોલમાં 58 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે શુક્રવારના ક્વોલિફાયર 2 થી બીજી ફાઇનલિસ્ટ ટીમ નક્કી કરવામાં આવશે, જે 29 મેના રોજ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. ગુજરાતે પ્રથમ ક્વોલિફાયરમાં રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આરસીબીએ એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું. છેલ્લા ચૌદ વર્ષથી ખિતાબની રાહ જોઈ રહેલી ટીમ પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે અને ખેલાડીઓ પણ તેના પર ખરા ઉતરવા આતુર છે. બીજી તરફ રોયલ્સનો પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે પરાજય થયો હતો.

(9:51 pm IST)