News of Saturday, 28th May 2022
પ્રજ્ઞાનાનંદ ફાઇનલમાં હારી ગયો
નવી દિલ્હીઃ ભારતનો ૧૬ વર્ષનો ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદ ચેસેબલ માસ્ટર્સ ૨૦૨૨ ઓનલાઇન ટુર્નામેન્ટની ફાઇનલમાં હારી જતાં ટાઇટલ ગુમાવી બેઠો હતો.
વર્લ્ડ નંબર ટૂ ચીનના ડિન્ગ લાઇરેન સામે પ્રથમ સેટ ૧.૫-૨.૫થી હારી ગયા બાદ બીજો સેટ એ જ માર્જિનથી જીતી જતાં પ્રજ્ઞાનાનંદનો પરાજય થયો હતો. ચીનના ૨૯ વર્ષના ડિન્ગે પોતાનો વર્ષોનો અનુભવ કામે લગાડીને પ્રજ્ઞાનાનંદને હરાવ્યો હતો.
(3:29 pm IST)