લ્યો બોલો ! બોકસર મેચ હાર્યો તો પ્રતિસ્પર્ધીનો કાન કરડી ખાવાની કોશિશ કરી, ઘટના કેમેરામાં કેદ
નવી દિલ્હીઃ દરેક ખેલાડીનું સપનું મેડલ જીતવાનું હોય છે જેના માટે તે કાંઈ પણ કરવા માટે તૈયાર હોય છે પરંતુ મોરક્કોના એક બોકસરે તો આ મામલે હદ જ પાર કરી નાખી.
બોકિંસગના મુકાબલામાં જીત માટે ચેહરા પર પંચ લગાવવાના નિયમથી પણ આગળ જઈ બોકસરે તેમના પ્રતિસ્પર્ધી ખેલાડીનો કાન કરડી ખાવાની કોશિષ કરતો હતો પરંતુ તેમને સફળતા મળી નહી તે પોતાનો મેચ હારી ઓલિમ્પિકમાંથી બહાર થયો હતો. બોકિંસગ રિંગમાં આ ચોંકાવનારી ઘટના મોરક્કો અને ન્યૂઝીલેન્ડના મુકાબલમાં બની હતી. મોરક્કોના યૂનુસ બલ્લા અને ન્યુઝીલેન્ડના ડેવિડ ન્યાકા વચ્ચે ૯૧ કિલોગ્રામ વજનમાં ત્રીજા રાઉન્ડનો આ મુકાબલો રમાઈ રહ્યો હતો. તે દરમિયાન બલ્લાએ ડેવિડ ન્યાકના કાન કરડી ખાવાની કોશિષ કરી પરંતુ આ ઘટના રેફરીની નજરે આવી ન હતી અને તેમણે પેનલ્ટી પણ મળી નહિ પરંતુ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી મેચ બાદ ન્યાકાએ સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતુ.