ખેલ-જગત
News of Friday, 28th August 2020

પૈજનો વીડિયો પાંચ દિવસમાં ૧૧ લાખથી વધુએ નિહાળ્યો

મહિલા ગોલ્ફર સ્પિરાનાકનો ઈનસ્ટા પર વીડિયો શેર : કેટલાક લોકોએ આ પૈજ સ્પિરાનાકના વીડિયોની ભારે ટીકા કરતા ટિપ્પણ કરી કે આ ગેમ જેન્ટલમેન્સ માટે છે

વોશિંગ્ટન, તા. ૨૮ : ગોલ્ફની સૌથી સુંદર ખેલાડીઓમાંની એક પૈજ સ્પિરાનાક ફરી એકવખત ચર્ચામાં આવી છે. પૈજે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને જેમાં તે ટાઈટ કપડાં પહેરીને ગોલ્ફ કોચિંગ આપી રહી છે. ગોલ્ફથી વધારે પોતાની હોટનેસ અને ટાઈટ કપડાંને કારણે આ ગોલ્ફર દુનિયાભરમાં મશહૂર છે. અને ઈન્સ્ટાગ્રામમાં શેર કરેલાં તેના વીડિયો સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. અને તેને દુનિયાની સૌથી હોટ ગોલ્ફર માનવામાં આવે છે. સ્પિરાનાકે શેર કરેલો આ વીડિયો ધડાધડ વાઈરલ થયો હતો. અને પાંચ દિવસની અંદર જ ૧૧ લાખથી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૈજના ૨.૮ મિલિયન જેટલાં ફોલોઅર્સ છે. અમેરિકાની સ્ટાર ગોલ્ફર પૈજ સ્પિરાન્સ પોતાની રમત કરતા વધારે ચર્ચિત હોટ અને ગ્લેમરસ અંદાજના કારણે રહે છે. પૈજનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરેલું છે. પૈજને એક સર્વેમાં વિશ્વની સૌથી સેક્સી ગોલ્ફર જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સ્પિરાનાકે ૧૨ વર્ષની ઉંમરથી જ ગોલ્ફ રમવાની શરૂઆત કરી દીધી હતી. જુનિયર ગોલ્ફ સર્કિટમાં સ્પિરાનાક પાંચ ટુર્નામેન્ટ જીતી લીધી છે. પણ પૈજનો આવો હોટ અંદાજ સૌ કોઈને પસંદ નથી. લોકો કહે છે કે, ગોલ્ફ એક જેન્ટલમેન ગેમ છે. પણ આ એ લોકો માટેની ગેમ નથી કે જેઓને જેન્ટલમેન તરીકે રહેતાં આવડતું નથી.

(7:11 pm IST)