ઓલિમ્પિકમાં મેડલ જીતશે તો રેલ્વે ખેલાડીઓને આપશે કરોડોનું ઇનામ
ગોલ્ડ જીતશે તો ૩ કરોડ, સિલ્વર મેડલ માટે બે કરોડ અને બ્રોન્ઝ જીતે તો ૧ કરોડ અપાશેઃ કોચને પણ ૧૫ થી ૨૦ લાખ આપવામાં આવશેઃ રેલ્વે મંત્રાલયની જાહેરાત

ટોકયોઃ ઓલિમ્પિકમાં ભાગ લેતી ભારતીય ટુકડીઓનો આશરે ૨૦ ટકા ભાગ રેલ્વેનો છે. મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેલ્વે મંત્રાલયે ભારતીય રેલ્વેના ખેલાડીઓ અને તેમના મનોબળને વેગ આપવા માટે હાલની નીતિ મુજબ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં ભાગ લેનારા અધિકારીઓ માટે વિશેષ પુરસ્કારો જાહેર કર્યા છે.
જેમાં સુવર્ણચંદ્રક વિજેતાને ત્રણ કરોડ, રજત પદક વિજેતાને બે કરોડ અને કાંસ્ય પદક વિજેતાને એક કરોડ રૂપિયા આપવામાં આવશે. જો કોઈ ખેલાડી તેની ઇવેન્ટમાં છેલ્લા આઠમાં સમાપ્ત થાય છે, તો તેને ૩૫ લાખ રૂપિયા અને દરેક ભાગ લેનારાને ૭.૩૦લાખ રૂપિયા મળશે.સુવર્ણચંદ્રક વિજેતા કોચને ૨૫ લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાના કોચને ૨૦ લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાના કોચને ૧૫ લાખ રૂપિયા આપવામાં આવશે. અન્ય સહભાગીઓના કોચને રૂ .૭.૫ લાખ મળશે.