ખેલ-જગત
News of Saturday, 29th August 2020

દિપક ચહરને ૧૪ દિ' કવોરન્ટાઈનમાં રહેવું પડશે, બે વખત રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ IPLમાં એન્ટ્રી મળશે

ચેન્નાઈની આખી ટીમ કવોરન્ટાઇન : તમામ ખેલાડીઓના ફરીથી કોરોના ટેસ્ટ થશે : ઋતુરાજ ગાયકવાડને પણ કોરોના પોઝીટીવ

નવી દિલ્હીઃ આઇપીએલ માટે તમામ ટીમો યુએઇ પહોંચી ગઇ છે. દરેક ખેલાડીઓ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે હાલ કવોરન્ટાઇનમાં રહી રહ્યાં છે. તેની વચ્ચે ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના દિપક ચહરને કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. આ ટીમના ૧૨ સપોર્ટ સ્ટાફ પણ સંક્રમિત છે.  આખે આખી ટીમને કવોરન્ટાઈન કરી દેવામાં આવી છે.

આજથી ટીમ નેટ પ્રેકટીસ શરૂ કરવાની હતી તે પહેલા જ કોરોના કેસ સામે આવતા ટીમના ખેલાડી હાલ કવોરન્ટાઈનમાં જ રહેશે. તમામ ખેલાડીઓની હવે ચોથી વખત કોરોના ટેસ્ટ થશે.

જે ભારતીય ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેનું નામ દિપક ચહર છે. જોકે બોર્ડનું કહેવું છે કે, હાલમાં કોરોનાથી આઈપીએલને કોઈ વધારે જોખમ દેખાતું નથી. જોકે બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું, સીએસકેમાં કોરોનાને કેસ આવ્યા બાદ હવે કેટલીક જાહેરાતો કરવાની હતી તેને હાલમાં અટકાવી દેવામાં આવી છે.

જોકે હવે ચહરને ફરી આઈપીએલમમાં આવવા માટે ૧૪ દિવસ સુધી કોરેન્ટાઈન રહેવું પડશે અને બે વખત કરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાના ૨૪ કલાક બાદ જ તે ફરી આઈપીએલમાં એન્ટ્રી મળશે.

(3:33 pm IST)