ખેલ-જગત
News of Tuesday, 29th September 2020

પ્રેકટીસમાં તેવટિયાને અમે જે કરતો જોયો છે એ જ તેણે કોટ્રેલ સામે કર્યું હતુઃ સ્મિથ

છ બોલમાં પાંચ છગ્ગાઓ ફટકાર્યા હતા

 શારજાહઃ પંજાબ સામેની પાવરફુલ જીત બાદ રાજસ્થાન રોંયલ્સનો કેપ્ટન સ્ટીવ સ્મિથ ખૂબ ખુશ છે અને શેલ્ડન કોટ્રેલની ૧૮મી ઓવરમાં પાંચ સિકસર ફટકારનાર રાહુલ તેવટિયાની પ્રશંસા કરતાં તે થાકતો નથી. રાહુલ તેવટિયાનાં વખાણ કરતાં સ્મિથે કહ્યું કે 'તેણે પ્રથમ સિકસર ફટકારી ત્યારે મારી બાજુમાં ઊભેલી વ્યકિતને મેં કહ્યું કે હવે આ માણસને કોઈ નહીં અટકાવી શકે અને તેણે મન ભરીને રમવાનું શરૂ કર્યું. ટાઇમઆઉટ દરમ્યાન તેણે મને જે કહ્યું હતું એના પર મને ભરોસો હતો.'

(3:18 pm IST)