ખેલ-જગત
News of Tuesday, 30th November 2021

પંજાબ કિંગ્સે માત્ર 2 જ ખેલાડીઓને કર્યા રિટેન :મોટા મોટા ‘કિંગ્સ’ બહાર કરી દીધા:કેએલ રાહુલ સાથે સબંધ પણ કાપ્યા

મયંક અગ્રવાલ અને યુવા બોલર અર્શદીપ સિંહ જાળવી રાખ્યા : કેએલ રાહુલ, ક્રિસ ગેઇલ , નિકોલસ પૂરન જેવા અનુભવીઓ અને રવિ બિશ્નોઈ, શાહરૂખ ખાન જેવા યુવા પ્રતિભાઓને પણ બહાર કરી દીધા

પંજાબ કિંગ્સે IPL 2022 મેગા ઓક્શન પહેલા માત્ર બે ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જેમાં મયંક અગ્રવાલ અને યુવા બોલર અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. બાકીના લોકોએ કેએલ રાહુલ, ક્રિસ ગેઇલ, નિકોલસ પૂરન જેવા અનુભવીઓ અને રવિ બિશ્નોઈ, શાહરૂખ ખાન જેવા યુવા પ્રતિભાઓને પણ બહાર કરી દીધા છે. મતલબ કે પંજાબ કિંગ્સ આગામી સિઝનમાં નવા કેપ્ટન સાથે આવશે. મયંકને કેપ્ટનશિપની જવાબદારી મળી શકે છે

મયંક અગ્રવાલઃ તેણે ટીમના ઓપનરની ભૂમિકા ભજવી છે અને ઘણા રન બનાવ્યા છે. તે ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. મયંક અગ્રવાલને 14 કરોડ રૂપિયા મળશે.

અર્શદીપ સિંહઃ તે ડાબા હાથનો બોલર છે. તેણે પોતાની ડેથ બોલિંગથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા છે. તેને ચાર કરોડ રૂપિયા મળશે. તે હજુ પણ અનકેપ્ડ ખેલાડી છે એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી.

પંજાબ કિંગ્સ ઈલેવને કેએલ રાહુલ, મનદીપ સિંહ, સરફરાઝ અહેમદ, એડન માર્કરામ, ડેવિડ મિલર, સ્વપ્નિલ સિંહ, શાહરૂખ ખાન, નિકોલસ પૂરન, મોઈસેસ ઓનરિક્સ, જલજ સક્સેના, ક્રિસ ગેઇલ, હરપ્રીત બ્રાર, ઉત્કર્ષ સિંહ, ક્રિસ જોર્ડન, દીપક હુડા, મુરુગન અશ્વિન, મોહમ્મદ શમી, ફેબિયન એલન, આદિલ રશીદ, રવિ બિશ્નોઈ, ઈશાન પોરેલ, રિલે મેરેડિથ, જ્યે રિચાર્ડસન, નાથન એલિસ, સૌરભ કુમાર, દર્શન નલકાંડે અને પ્રભસિમરન સિંહ.ને છોડ્યા છે 

(11:56 pm IST)