ખેલ-જગત
News of Saturday, 31st July 2021

ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ દરમિયાન બાયો બબલનો ભંગ કરનારા શ્રીલંકાના 3 ક્રિકેટરો ઉપર 1 વર્ષનો ક્રિકેટ રમવા ઉપર પ્રતિબંધ

ધનુષ્કા ગુણતિલકા, કુસાલ મેંડિસ, નિરોશન ડિકવેલા સામે કાર્યવાહી

કોલંબો: શ્રીલંકાના ક્રિકેટર્સ નિરોશન ડિકવેલા અને કુસલ મેન્ડિસે ઈંગ્લેન્ડ પ્રવાસ પર બાયો-બબલનો ભંગ કર્યો હતો, ત્યારબાદ ખેલાડીઓ પર 1 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શ્રીલંકાના ખેલાડીઓ પર એક વર્ષનો પ્રતિબંધ

શ્રીલંકા ક્રિકેટે યુકે પ્રવાસ દરમિયાન બાયો-સુરક્ષિત વાતાવરણનું ઉલ્લંઘન કરવા બદલ બેટ્સમેન ધનુષ્કા ગુણતિલકા, કુસાલ મેંડિસ અને વિકેટકીપર નિરોશન ડિકવેલા પર 1 વર્ષનો પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત, આ ખેલાડીઓ પર 25,000 ડોલરનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. ત્રણેય જૂનમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચ પહેલા ડરહમમાં કોવિડ સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા બાયો-સુરક્ષિત વાતાવરણનું ઉલ્લંઘન કર્યું હતું.

ખેલાડીઓએ આ શરમજનક કૃત્ય કર્યું

ખરેખર, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કુસલ મેન્ડિસના હાથમાં કોઈ નશીલો પદાર્થ જોવા મળી રહ્યો છે, જે તે નિરોશન ડિકવેલા સાથે ગુપ્ત રીતે લેવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો.

જે બાદ ત્રણેયને તાત્કાલિક સસ્પેન્ડ કરી ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની શિસ્ત સમિતિ દ્વારા ત્રણેયને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

(5:09 pm IST)