Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

નવસારી કસ્બાપાર ગામથી નેશનલ હાઇવે 48 તરફ જતા માર્ગ પર ઈકો કાર પર કન્ટેનર પડ્યું, ચીખલી સમરોલી ગામના એકજ કુટુંબના ૫ લોકોના મોત થી પરિવાર ઉપર આભ ફાટ્યું, પરિવારમાં લગ્ન હોવાથી યુવતી સાથે પિતરાઈ ભાઈઓ સુરત ખરીદી કરવા માટે ગયા હતા, સુરત થી પરત આવતી વખતે કન્ટેનર ચાલકે કાબુ ગુમાવતા કન્ટેનર ઇકો કાર પર પડતા કાર દબાઈ જતા કારનો કચ્ચર ઘાણ વળી ગયો.

પાણી પ્રશ્ને મહિલાઓ નો વિરોધ, રાજકોટનાં કાલાવડ રોડ પાસે આવેલ વીર સાવરકર આવાસ યોજનાના રહેવાસીઓ દ્વારા પાણી ને લઇ વિરોધ કરવામાં આવ્યો હતો, રહેવાસીઓ દ્વારા આવાર નવાર ફરીયાદ કરવામાં આવે છે કે દર ઉનાળા માં પાણીની અછત સર્જાય છે તથા બીજી ટાઉનશિપ કરતા ઓછું પાણી મળે છે તેથી રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ફરિયાદ કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી તેથી રાજકોટ મનપા સામે મહિલાઓ રણચંડી બની હતી અને ચીમકી પણ આપવામાં આવી હતી કે આગામી સમયમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ પણ કરીશું

માણાવદર ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડા પર થયો રુપીયા નો વરસાદ, જુનાગઢ માં લોક ડાયરા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમા જવાહર ચાવડાને રુપીયા થી ઢાંકી દેવામાં આવ્યા હતા, આ રુપીયા સામાજિક કાર્ય અને ગૌસેવા માં ખર્ચ કરવામાં આવે છે.

લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર સુરેન્દ્રનગર પાસે કાર અને ખાનગી ટ્રાવેલ્સ નું એક્સીડેન્ટ, ઘટના સ્થળે ચાર લોકો ના મૌત, કાર સવાર રાજકોટ ના યુવકો રાજસ્થાન લગ્ન માં જઈ રહ્યા હતા.