Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

વડોદરા નંદેસરીની દિપક નાઇટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ, ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા, નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભયાનક આગ, દિપક નાઇટ્રેટ કંપનીમાં ફાટી નીકળતા લોકોમાં દોડધામ, આગને કાબુમાં લેવા 15 જેટલી ફાયર ટીમ ઘટના સ્થળે.

ડાંગ સાપુતારાના સાંઈલીલા બંગલોમાં દીપડાનો શ્વાન ઉપર હુમલો, સાંકળ થી બાંધેલ શ્વાને દીપડાનો મુકાબલો કર્યો, સાપુતારામાં અવારનવાર દીપડો દેખાતા હોવાથી વનવિભાગ દ્વારા પ્રવાસીઓ ને રાત્રે સાવચેત રહી ફરવા સૂચન.

સુરતના પાંડેસરા સ્થિત વરદાન જ્વેલર્સમાં લુંટના પ્રયાસ મામલે સીસીટીવી આવ્યા સામે, બે અજાણ્યા ઈસમ દ્વારા કરવામાં આવ્યો હતો લુંટનો પ્રયાસ, હાથમાં રિવોલ્વર લઈ આવ્યા હતા લૂંટારુ, દુકાનદારે સામનો કરતા રિવોલ્વર મૂકી બન્ને ઈસમો ભાગ્યા, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.