Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

પંચમહાલમાં યુવકોને તાલિબાની સજા આપવાનો વીડિયો વાયરલ, ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધી માર મારવામાં આવી રહ્યા હોવાનો વિડીયો, આ વીડિયો ગોધરા તાલુકાના ઓરવાડા ગામના હોવાની ચર્ચા, પ્રેમ પ્રકરણ મામલે ત્રણ યુવકોને થાંભલા સાથે બાંધી માર માર્યો હોવાનો વાત, પ્રાથમિક તપાસમાં આ મામલે પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

પેલેસ રોડ પર રખડતા ઢોરનો ત્રાસ, ગાયે બે લોકોને હડફેટે લેતા ગંભીર ઈજા, ઢોરે ઢીક માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

જામજોધપુરના સડોદર ગામ નજીક ટ્રિપલ સવાર બાઇકને ટ્રકની ઠોકર, ધોરણ 10ની પરીક્ષા આપી ત્રણ વિદ્યાર્થીઓ ગામડે પરત જતા હતા તેવા સમયે થયો અકસ્માત, એક વિદ્યાર્થીનું અર્ધ રસ્તે જ મોત, અન્ય એક ઘાયલ, મૃતક અને ઘાયલને જામનગર લઈ આવતી 108 દરેડ ગામ પાસે કારે ઠોકર મારતા અકસ્માત, 108, કાર અને રીક્ષા વચ્ચે સર્જાયો હતો ટ્રિપલ અકસ્માત, જેમાં મૃતકના પિતા અને 108ના ઇએમટીને ઇજા પહોંચી હતી, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.