Gujarati News

Gujarati News

News of Wednesday, 14th September 2022

આશા વર્કરોની 200થી વધારે બહેનોના ટોળા કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યા, લઘુતમ વેતન, સમાન કામ સમાન વેતન કરવામાં આવે અને કોરોનાકાળ માં જે નોકરી કરી એનો પગાર હજુ સુધી મળ્યો નથી ઇન્સેવટિવ વધારવામાં આવે જેવી અનેક માંગણીઓ ને લઈ આજે આશા વર્કરની બહેનો કલેકટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

આજીડેમ 18 મી વખત ઓવફ્લો થતાં રાજકોટ વસીઓમાં ભારે ખુશી જોવા મળી હતી, સતત 4 દિવસથી સાંજે પડી રહેલ ઉપર વાસના વરસાદથી આજી ડેમ ઓવરફ્લો થતા રાજકોટની સહેલાણીઓ ડેમ નો સુંદર નજારો જોવા ઉમટી પડી હતી આં તકે કોઈ દુર્ઘટના ના બને તે માટે RMC ની વિજિલન્સ ટીમ સતત ખડે પગે જોવા મળી હતી. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આજે ઝડપાયેલ ૨૦૦ કરોડના ડ્રગ્સ ના જથ્થા સાથે ૬ પાકિસ્તાનીઓ અને બોટને કચ્છના જખૌ બંદરે લઇ અવાયા હતા. સમગ્ર ઓપરેશનની વિગતો આપતાં ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ૬ પાકિસ્તાનીઓ સહિત આ કેસમાં પોલીસે માલ લેવા આવેલા દિલ્હી ના ૨ શખ્સો સહિત કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી છે. ડ્રગ્સનો આ જથ્થો પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન નાગરિકે મંગાવ્યો હતો. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ હવે વાયા ગુજરાત થઈ પંજાબ, દિલ્હી સહિત દેશના અન્ય વિસ્તારોમાં ભારતીય ડ્રગ્સ માફિયાઓ મારફતે ડ્રગ્સ મોકલે છે. ગુજરાત એટીએસ દ્વારા ફરી એક વખત ડ્રગ્સનું ઓપરેશન સફળ રહ્યું અને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. (રિપોર્ટ બાય વિનોદ ગાલા, ભુજ)